શિક્ષણ સહાય યોજના 2024

શિક્ષણ સહાય યોજના 2024: રૂ 1800 થી 2 લાખની સહાય, ઓનલાઇન અરજી ફોર્મ શરુ

શિક્ષણ સહાય 2024 : રાજયના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરીયાતમંદ બાંધકામ શ્રમિકના વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે તથા શિક્ષણમાં આગળ વધી બાંધકામ શ્રમિકનું બાળક પણ ર્ડાકટર, એન્જીનીયર બને તે હેતુસર બાંધકામ શ્રમિકના કોઈ પણ બે બાળકને વર્ષમાં એક વાર માટે આર્થિક સહાય પુરી પાડવી.

શિક્ષણ સહાય યોજના 2024

યોજનાનું નામશિક્ષણ સહાય યોજના 2024
વિભાગનું નામગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ
સહાય રકમરૂ 1800 થી 2 લાખની સહાય
અરજી કરવાનો પ્રકારઓનલાઇન
સત્તાવાર વેબસાઇટsanman.gujarat.gov.in/

શિક્ષણ સહાય યોજના 2024 લાભ :

ક્રમઅભ્યાસક્રમસહાયની રકમ
ધોરણ-૧ થી ધોરણ-૫૧૮૦૦/-
ધોરણ-૬ થી ધોરણ-૮૨૪૦૦/-
ધોરણ-૯ થી ધોરણ-૧૦૮૦૦૦/-
ધોરણ-૧૧ થી ધોરણ-૧૨૧૦૦૦૦/-
ધોરણ-૧૨ પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના કોર્સીસ જેવા કે, બી.એ, બી.કોમ., બી.બી.એ., બી.એસ.સી., બી.સી.એ., એલ.એલ.બી. જેવા સરકાર માન્ય સંસ્થા/સ્વ નિર્ભર સંસ્થામાં નિયત થયેલ અભ્યાસક્રમો૧૦૦૦૦/-
સ્નાતક પછીના ઉચ્ચ શિક્ષણના અનુસ્નાતક કક્ષાના કોર્સીસ જેવા કે, એમ.એ., એમ.કોમ., એમ.એસ.સી.,એમ.એસ.ડબ્લયુ.,એમ.એલ.ડબલ્યુ, જેવા સરકાર માન્ય સંસ્થા/સ્વ નિર્ભર સંસ્થામાં નિયત થયેલ અભ્યાસક્રમો૧૫૦૦૦/-
સ્નાતક પછીના ઉચ્ચ શિક્ષણના અનુસ્નાતક કક્ષાના કોર્સીસ જેવા કે, એમ.સી.એ.,એમ.બી.એ. જેવા સરકાર માન્ય સંસ્થા/સ્વ નિર્ભર સંસ્થામાં નિયત થયેલ અભ્યાસક્રમો૨૫૦૦૦/-
ધોરણ-૧૦ પછીના સરકાર માન્ય સંસ્થાના ડીપ્લોમા સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે૨૫૦૦૦/-
ધોરણ-૧૨ પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના કોર્સીસ એમ.બી.બી.એસ, તથા અનુસ્તાનક કક્ષાના એમ.ડી અને ડેન્ટલ જેવા સરકાર માન્ય સંસ્થા/સ્વ નિર્ભર સંસ્થામાં નિયત થયેલ અભ્યાસક્રમો  (૧) ઓછામાં ઓછા  રૂ.૨૫૦૦૦/- (૨) વધારેમાં વધારે રૂ.૨૦૦૦૦૦/- અથવા ફીના ૧૦૦ ટકાની રકમ
૧૦ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સીસ જેવા કે, ફાર્મસી, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમીયોપેથી, નર્સીગ, ફીઝીયોથેરાપી, પેરા-મેડીકલ જેવા સરકાર માન્ય સંસ્થા/સ્વ નિર્ભર સંસ્થામાં નિયત થયેલ અભ્યાસક્રમો. (૧) ઓછામાં ઓછા  રૂ.૨૫૦૦૦/- (૨) વધારેમાં વધારે રૂ.૫૦૦૦૦/- અથવા ફીના ૧૦૦ ટકાની રકમ
૧૧ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સીસ જેવા કે, ઈજનેરી/ટેકનોલોજી, આર્કીટેકચર, જેવા સરકાર માન્ય સંસ્થા/સ્વ નિર્ભર સંસ્થામાં નિયત થયેલ અભ્યાસક્રમો.(૧) ઓછામાં ઓછા  રૂ.૨૫૦૦૦/- (૨) વધારેમાં વધારે રૂ.૫૦૦૦૦/- અથવા ફીના ૧૦૦ ટકાની રકમ

હોસ્ટેલ સહાય :

સ્નાતક, થી લઈને એન્જીન્યરીંગ મેડીકલ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી પોતાના પ્રવર્તમાન રહેઠાણના તાલુકાની બહાર અભ્યાસ કરતા અને સરકારી/અનુદાનિક છાત્રાલયમાં પ્રવેશ નહી મળ્યો હોય તેવા બાળકોને વર્ષના ૧૦ મહિના માટે દર મહિને રહેવા-જમવાની સહાય પેટે રૂ.૧,૨૦૦/- અથવા ભરેલ ફી જે પૈકી ઓછુ હોય તે રકમ મળવાપાત્ર રહેશે.

Also Read  વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ

શિક્ષણ સહાય યોજના 2024

પુસ્તક સહાય :

  • પ્રથમ વર્ષે ડિપ્લોમા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મળવા પાત્ર સહાય રૂ. ૩૦૦૦ /-
  • ઈજનેરી/ટેકનોલોજી, ફાર્મસી, આર્કીટેકચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમીયોપેથી, નર્સીગ, ફીઝીયોથેરાપી, પેરા-મેડીકલ, વેટરનરી જેવા અભ્યાસક્રમોમાં રૂ. ૫૦૦૦ /-
  • મેડીકલ અને ડેન્ટલના જેવા સ્નાતક રૂ. ૧૦૦૦૦ /-

શિક્ષણ સહાય યોજના 2024

શિક્ષણ સહાય યોજના 2024 જરૂરી દસ્તાવેજો :

  • શાળા/કોલેજ/સંસ્થાનું લાભાર્થીના ચાલુ અભ્યાસક્રમનું ઓરીજીનલ બોર્નાફાઈડ સર્ટીફીકેટઅહીં ક્લિક કરો.
  • લાભાર્થીના તથા બાળકના પાસપોર્ટ સાઈઝના ફોટા.
  • બાળકના આધારકાર્ડની નકલ.
  • બાળકની ગત વર્ષના પરીણામની નકલ.
  • ફી ભર્યાની પહોંચ.
  • જો, લાભાર્થી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય તો રજીસ્ટર હોસ્ટેલ/ શાળા/કોલેજ/સંસ્થાનું સહી/સિક્કાવાળુ પ્રમાણપત્ર મેળવવું.
  • હોસ્ટેલ ફી ભર્યાની પહોંચ.
  • પુસ્તક સાધન સહાય માટે લાભાર્થી પાસેથી પુસ્તક ખરીદીનું ઓરીજનલ બીલ.
  • જો, લાભાર્થીની અટક તેમજ નામ અલગ-અલગ પડતા હોય તો તેઓની પાસેથી ગેઝેટ/એફીડેવીટ.
  • બેંકની પાસબુકના પહેલા પાનાની વિગત.
  • એફીડેવીટ (રૂ. 5000 કે તેથી વધુની સહાય માટે) અથવા સંમતિપત્ર (સરકારશ્રીના જાહેરનામા મુજબ)અહીં ક્લિક કરો.
Also Read  Chief Minister Scholarship Scheme CMSS

લાભ મેળવવાની પાત્રતા :

શિક્ષણ સહાય યોજના 2024 નોંધાયેલા બાંધકામ શ્રમિકના કોઈપણ બે બાળકોને વર્ષ માં એકવાર

શિક્ષણ સહાય યોજના 2024

શરતો અને નિયમો :

  • નોંધાયેલ બાંધકામ શ્રમિકે નિયત નમૂનામાં અને નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. શૈક્ષણિક સત્ર શરૂ થયાની તારીખથી ૬(છ) માસની સમય મર્યાદામાં અરજી મેળવી રજુ કરવાની રહેશે.
  • એક જ લાભાર્થીના બે બાળકોની સહાય હોય, તો બંને બાળકોના અલગ-અલગ ફોર્મ ભરવાના રહેશે. (ઓનલાઈમ/ઓફલાઈન)
  • બાંધકામ શ્રમયોગીના બાળકોને શિષ્યવૃત્તિ મેળવવા માટે ઉંમરની મર્યાદા વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ. જો પુત્ર કે પુત્રી મુકબધિર કે અપંગ હશે તો વય મર્યાદાનો બાધ રહેશે નહી.
  • જે-તે શૈક્ષણિક વર્ષમાં પ્રથમ Trial પૂરતી મર્યાદિત રહેશે. તે-જ ધોરણ /વર્ગમાં નાપાસ થનારને તે જ ધોરણ/વર્ગ માટે બીજીવાર સહાય મળવાપાત્ર રહેશે નહિ.
  • જો કોઈ પણ નોંધાયેલ બાંધકામ શ્રમિકના બાળકને રાઈટ ટુ એજ્યુકેશન દ્વારા એડમીશન મળેલ હોય/ઓપન યુનિર્વસીટીમાં અભ્યાસ કરતા હોય/ એક્ષર્ટનલમાં અભ્યાસ કરતા હોય અથવા અન્ય વિભાગની કોઈ સમાન પ્રકારની સહાય મેળવતા હોય તો બોર્ડની સહાય મળવાપાત્ર નથી.
  • અરજદારે અરજીફોર્મમાં સંપૂર્ણ સચોટ તમામ વિગતો ભરવાની રહેશે અન્યથા અરજદારની અરજી માન્ય ગણાશે નહી.
Also Read  Free LPG Gas e KYC Update Online

કાર્યપદ્ધતિ :

  • અરજદાર દ્વારા ઓનલાઈન સન્માન પોર્ટલ પર અરજી અરજી જીલ્લા કચેરીમાં કરવી.
  • જો અરજદારશ્રી દ્વારા ઓફલાઈન અરજી કરવામાં આવેતો જીલ્લા પ્રોજેક્ટ મેનેજર દ્વારા ઓનલાઈન સબમિટ કરવાની રહશે.
  • જીલ્લા નિરિક્ષકશ્રી દ્વારા અરજી વેરીફાય કરીને મંજુર કરવાની રહશે.
  • વડી કચેરીના સ્ટેટ પ્રોજેક્ટ મેનેજરને મંજુરી માટે મોકલવામાં આવશે.
  • સ્ટેટ પ્રોજકેટ મેનેજર શ્રીએ અરજી વેરીફાય કરીને સરકારી શ્રમ અધિકારી શ્રીને મોકલી આપવાની રહેશે.
  • સરકારી શ્રમ અધિકારી શ્રી દ્વારા અરજી મંજુર કરીને સભ્ય સચિવશ્રીને મોકલી આપવાની રહેશે.
  • અરજી મંજુર થયા બાદ દફતરી હુકમ હિસાબી અધિકારીશ્રી દ્વારા કરીને સહાયની રકમ લાભાર્થી દ્વારા રજુ કરેલ બેંક ખાતામાં DBT મારફતે ચુકવવામાં આવશે.

ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

શિક્ષણ સહાય યોજના 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://sanman.gujarat.gov.in/
  • ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ વિકલ્પ પર ક્લિક કરો.
  • શિક્ષણ સહાય/ પી.એચ.ડી યોજના શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

મહત્વપૂર્ણ લિંક :

શિક્ષણ સહાય યોજના 2024 જાહેરાતઅહીં ક્લિક કરો
શિક્ષણ સહાય યોજના 2024 માં ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
Home Pageઅહિ ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

Important :- Please Confirm all the Information on Official Website / Notification / Advertisement.