Celebration of Raksha Bandhan
Raksha Bandhan 2023: Date, shubh muhurat, history, significance, celebration and all you need to know about Rakhi
Celebration of Raksha Bandhan
રાખડી બાંધવાનાં ખાસ નિયમો
ધાર્મિક માન્યતાઓ અનુસાર રક્ષાબંધનવાળા દિવસે ભાઈ અને બહેન બંનેએ સ્નાનાદિક ક્રિયાઓ કરીને શુદ્ધ થઈ સ્વચ્છ વસ્ત્ર પહેરીને તૈયાર થવું.
ભાઈએ પૂર્વ કે ઉત્તર દિશાની તરફ મુખ કરીને બેસી જવું.
ભાઈએ ખાલી કે ખુલ્લા હાથે રાખડી ન બંધાવવી. હાથમાં દક્ષિણા કે ચોખ્ખાં મુઠ્ઠીમાં બાંધી લેવાં અને પછી જ બહેન પાસે રાખડી બંધાવવી.
બહેન અને ભાઈ બંનેએ પોતાનું માથું ઢાંકવું.
બહેને ભાઈનાં માથાં પર કુમકુમનું તિલક અને અક્ષત લગાડવું.
ભાઈનાં હાથમાં નારિયેળ આપીને રાખડી બાંધવી. રાખડીમાં ત્રણ ગાંઠ લગાડવું અતિ શુભ માનવામાં આવે છે. આ બાદ મીઠું મોઢું કરાવી આરતી ઊતારવી.
ભાઈએ પોતાની બહેનનાં ચરણ સ્પર્શ કરવા અને તેની રક્ષાનું વચન આપતાં તેને ભેટ આપવી.રાશી અનુસાર શું ગીફટ આપશો ?
મેષ રાશી: આ રાશીની બહેનોને એક્ટિવ વિયર, ખેલ ઉપકરણ અથવા એમ્યૂઝમેન્ટ પાર્કની ટિકીટ ગીફટ તરીકે આપવી વધુ યોગ્ય રહેશે.
વૃષભ રાશી: આ રાશી બહેનોને તેને ભાવતી સારી ચોકલેટ, હાઈ ક્વોલિટીવાળા કપડા અથવા સુંદર આભૂષણની ગિફ્ટ આપવી વધુ યોગ્ય રહેશે.
મિથુન રાશી: આ રાશિની બહેનોને પુસ્તક, ક્વિઝ ગેમ અથવા અન્ય ભાષા શીખવાનો કોર્સ ગિફ્ટમાં આપવામા આવે તો તે વધુ યોગ્ય રહેશે.
કર્ક રાશી: આ રાશિની બહેનોને ઘરના ડેકોરેશન માટેનો સામાન, કુકબુક અથવા ભોજન પકવવા માટે વાસણ ગિફ્ટમાં આપવા જોઇએ.
સિંહ રાશી: આ રાશિની બહેનોને થિએટરની ટિકીટ, કલા સામગ્રી અથવા આર્ટિસ્ટિક સ્ટાઈલિશ કપડા ગિફ્ટમાં આપવા જોઇએ.
કન્યા રાશી: આ રાશિની બહેનોને ગીફટ તરીકે ફિટનેસ ઉપકરણ, સારા પકવાન બનાવવાના પુસ્તક અથવા હેલ્થ ડિસીપ્લીનનું પેકેટ ગિફ્ટમાં આપવુ વધુ યોગ્ય રહેશે.
તુલા રાશી: આ રાશિની બહેનોને તેમના ભાઇએ કળા, સૌંદર્ય પ્રસાધન સામગ્રી અથવા સારા ઘરેણા ગિફ્ટમાં આપવા જોઇએ.
વૃશ્વિક રાશી: આ રાશિની બહેનોને મનોરંજક નોવેલ, મિસ્ટરી મૂવી અથવા રમત ગમત સાથે જોડાયેલ ગિફ્ટ આપવી તેના ભાઇ માટે વધુ ફળદાયી રહેશે.
ધન રાશી: આ રાશિની બહેનોને ટ્રાવેલ બેગ, સારા પુસ્તક ગિફ્ટમાં આપવા જોઈએ અથવા એડવેન્ચર પ્લેસ માટે આકસ્મિક મુલાકાત ગોઠવવી વધુ યોગ્ય રહેશે.
મકર રાશી: આ રાશિની બહેનોને હેલ્પિંગ સામાન, પ્રોફેશનલ પ્રોસ્પેક્ટ્સ અથવા ઈંસ્પિરેશનવાળી બુક ગિફ્ટમાં આપવી તેના ભાઇ માટે વધુ યોગ્ય રહેશે.
કુંભ રાશી: આ રાશિની બહેનોને ટેકનિકલ ઉપકરણ, વિજ્ઞાન કથા પુસ્તક અથવા તેમને મનગમતી વસ્તુ આપી શકાય છે.
મીન રાશી: આ રાશિની બહેનોને હાથથી બનાવેલ કળાત્મક વસ્તુ અથવા ડિસિપ્લીન સંબંધિત કોઈ વસ્તુ ગિફ્ટમાં આપવી વધુ યોગ્ય રહેશે.
શ્લોક
Celebration of Raksha Bandhan
Raksha Bandhan 2023 Muhurat
Celebration of Raksha Bandhan
હિન્દુ ધર્મમાં ભાઈ-બહેન માટે સૌથી પવિત્ર ગણાતો તહેવાર રક્ષા બંધન હવે નજીક આવી રહ્યો છે. તારીખ 30 ઓગસ્ટ 2023ના રોજ રક્ષાબંધન ઉજવાશે. આ દિવસે સમગ્ર દિવસ દરમિયાન ભદ્રા હોવાથી મુહૂર્તમાં એટલી અસમંજસ છે કે લોકોને હજુ સુધી ખ્યાલ નથી કે રાખડી ક્યારે બાંધવી. જોકે અમે તમારું આ ટેન્શન દૂર કરી દઇશું. જાણો શાસ્ત્ર પ્રમાણે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત.
રક્ષાબંધન 2023 મુહૂર્ત
તારીખ 30 ઓગસ્ટ 2023ના દિવસે સવારે 10:59એ શ્રાવણ સુદ પૂનમ શરુ થાય છે. આ દિવસે સમગ્ર દિવસ દરમિયાન ભદ્રા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેની હકીકત જાણીએ તો કારણ નીકળે છે કે વૃશ્ચિકી ભદ્રાની છેલ્લી ત્રણ ઘડી જ ત્યાજ્ય ગણાય છે, જેથી 30 ઓગસ્ટે સવારે 11 વાગ્યા પછી તમે રક્ષાબંધન ઉજવી શકો છો. કહેવાય છે કે ભાઈ-બહેનના પ્રેમમાં કોઈ મુહૂર્ત જોવાતું નથી.
30 ઓગસ્ટ 2023 શુભ મુહૂર્ત
સવારે 11.05થી 12.40 PM
બપોરે 3.50થી 5.25
સાંજે 5.25થી 6.59
શાસ્ત્ર જ અનુસરવું હોય અને ભદ્રાનું સંપૂર્ણ રીતે પાલન કરતા હોવ તો 30 ઓગસ્ટે રાતે 9.00 વાગ્યા પછી રાખડી બાંધવી તે મુહૂર્ત 31 ઓગસ્ટ સવારે 7.30 વાગ્યા સુધીનું છે.
રાખડી કઈ દિશા તરફ મુખ રાખી બાંધવી?
રાખડી બાંધતી વખતે ભાઈનું મુખ હંમેશા પૂર્વ તરફ અને બહેનનું મુખ પશ્ચિમ કે ઉત્તર તરફ હોવું જોઈએ. ભાઈ કે બહેન બંનેનું મુખ દક્ષિણ તરફ ન હોવું જોઈએ.
રાખડી તૂટી જાય તો શું કરવું?
જો ભૂલથી રાખડી તૂટી જાય તો આવી રાખડી ફરીથી ન બાંધવી જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે. તૂટેલી રાખડી વહેતા પાણીમાં વહેતી કરવી જોઈએ. તૂટેલી રાખડી પણ ઘરમાં ન રાખવી જોઈએ. source link
Download Rakhi Frame 2023 Click Here
Other Useful Mobile App | Click Here |
Home Page | Click Here |
Join Whatsapp Group Link | CLICK HERE |
આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતું નથી.