Gujarat TET 1 TET 2 Exam 2022

Gujarat TET 1 TET 2 Exam 2022

Gujarat TET 1 TET 2 Exam 2022 Notification | Syllabus | Exam Date | Apply Online Declared | ટેટ 1 પરીક્ષા જાહેરનામું ૨૦૨૨ | TET – I , TET -II EXAM

Gujarat TET 1 TET 2 Exam 2022 Notification | Syllabus | Exam Date | Apply Online

Gujarat TET 2022 registration for TET 1 and TET 2 begins on October 21, 2022. The notification will available.

Gujarat government will begin the registration process for Gujarat TET 2022 on October 21, 2022. The TET 1 and TET 2 registration process will begin next week. The notification for Teacher Eligibility Test will be released soon on the official website of state board.

Gujarat TET 1 TET 2 Exam 2022

The TET 1 examination will be conducted for becoming a teacher in class 1 to 5 and TET 2 exam will be conducted for becoming a teacher in class 6 to 8. Around 3.5 lakh students will be able to appear for the examination.

The notice was shared by Jitu Vaghani, State Education Minister of Gujarat on his official twitter handle. Candidates who want to apply for the examination can follow these simple steps given below.

Gujarat TET 1 TET 2 Exam 2022

TET 1 TET 2 HTAT Paper and Answer key

પરીણામ

TET 1 પરીણામ જોવા અહી ક્લિક કરવું

શૈક્ષણિક લાયકાત

પ્રાથમિક શાળા (ધોરણ ૧ થી ૫) માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ અને તેમાં વખતોવખત થતા સુધારાવધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા તથા અન્ય જોગવાઈ/શરતો પરિપૂર્ણ કરતા ઉમેદવાર જ આ “શિક્ષક યોગ્યતા કસોટી-” માટે ઉપસ્થિત થઈ શકશે.

શૈક્ષણિક લાયકાત તેમજ વયમર્યાદાની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે. રાજ્ય પરીક્ષા બોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવા તક આપશે. તેથી પરીક્ષા આપતા પાસ થવાથી ભરતી માટે લાયક ગણી શકાશે તેવો દાવો કરી શકાશે નહી. આ અંગે ભરતી સમિતિ જે નિર્ણય લે તે આખરી ગણાશે.

  1. શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછી એચ.એસ.સી. પાસ અને
  2. તાલીમી લાયકાત : (ક) બે વર્ષ પી.ટી.સી./D.EL.Ed અથવા (ખ) ચાર વર્ષની એલીમેન્ટરી એજ્યુકેશનની ડીગ્રી(B.EL.Ed.) અથવા (ગ) બે વર્ષનો ડિપ્લોમાં ઈન એજ્યુકેશન (સ્પેશીયલ એજ્યુકેશન)

ઉચ્ચ પ્રાથમિક (ધોરણ ૬ થી ૮) (અ) ગણિત/વિજ્ઞાન:

  1. શૈક્ષણિક લાયકાત : બી.એસસી.-કોઈ પણ મુખ્ય વિષય સાથે અને તાલીમી લાયકાત : પી.ટી.સી./D.El.Ed (બે વર્ષ)

અથવા

શૈક્ષણિક લાયકાત: ઓછામાં ઓછા ૪૫% ગુણ સાથે બી.એસસી.-કોઈ પણ મુખ્ય વિષય સાથે અને તાલીમી લાયકાત : બી.એડ.(એક/બે વર્ષ)

અથવા

શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા ૫૦ % ગુણ અને તાલીમી લાયકાત : ચાર વર્ષીય બેચરલ ઇન એલીમેન્ટરી એજ્યુકેશન(B.EI.Ed)

અથવા

શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા ૫૦ % ગુણ અને તાલીમી લાયકાત : ચાર વર્ષીય બી.એસસી. એજ્યુકેશન(B.SC.Ed.)

અથવા

શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા ૫૦ % ગુણ સાથે બી.એસસી.-કોઈ પણ મુખ્ય વિષય સાથે અને તાલીમી લાયકાત : એક વર્ષીય બી.એડ.(સ્પેશીયલ એજ્યુકેશન)

(બ) ભાષાઓ :

  1. શૈક્ષણિક લાયકાત : બી.એ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/બી.આર.એસ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/ સંસ્કૃત)/બી.એસ.એસસી.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત) અને તાલીમી લાયકાત : પી.ટી.સી./D.El.Ed (બે વર્ષ)

અથવા

શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા ૪ % ગુણ સાથે બી.એ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/ બી.આર.એસ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/બી.એસ.એસસી.(અંગ્રેજી/ ગુજરાતી/હિન્દી/સંસ્કૃત) અને તાલીમી લાયકાત : બી.એડ.(એક/બે વર્ષ)

અથવા

શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા ૫૦ % ગુણ અને તાલીમી લાયકાત : ચાર વર્ષીય બેચરલ ઇન એલીમેન્ટરી એજ્યુકેશન(B.El.Ed)

અથવા

શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા ૫૦ % ગુણ અને તાલીમી લાયકાત : ચાર વર્ષીય બી.એ.(અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત) એજ્યુકેશન (B.A.Ed.) અથવા

શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછ ૫૦% ગુણ સાથે બી.એ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/ બી.આર.એસ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/બી.એસ.એસસી.(અંગ્રેજી/ ગુજરાતી/હિન્દી/સંસ્કૃત) અને તાલીમી લાયકાત : એક વર્ષીય બી.એડ. (સ્પેશીયલ એજ્યુકેશન)

(ક) સામાજિક વિજ્ઞાન :

  1. શૈક્ષણિક લાયકાત : બી.એ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.આર.એસ.
Also Read  Latest GSSSB Recruitment 2024

(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) અને

તાલીમી લાયકાત : પી.ટી.સી./D.El.Ed(બે વર્ષ)

અથવા

શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછ ૪૫ % ગુણ સાથે બી.એ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.આર.એસ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) અને તાલીમી લાયકાત : બી.એડ.(એક/બે વર્ષ)

અથવા

શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા ૫૦% ગુણ અને તાલીમી લાયકાત : ચાર વર્ષીય બેચરલ ઇન એલીમેન્ટરી એજ્યુકેશન(B.EI.Ed)

શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા ૫૦% ગુણ અને

તાલીમી લાયકાત : ચાર વર્ષીય બી.એ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.આર.એસ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર., અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) એજ્યુકેશન(B.A.Ed./B.Com.Ed./ B.R.S.Ed/B.S.SC.Ed)

અથવા

અથવા

શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે બી.એ. એ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય

સાથે)/બી.આર.એસ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.એસ.એસસી. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષય સાથે)/બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) અને તાલીમી લાયકાત : એક વર્ષીય બી.એડ. (સ્પેશીયલ એજ્યુકેશન)

Gujarat TET 1 TET 2 Exam 2022

Mega Materials

કસોટીનું માળખું

આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question Based MCQS) રહેશે.

આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી ૧૫૦ પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય ૯૦ મિનિટનો રહેશે.

આ કસોટીના તમામ પ્રશ્નો ફરજીયાત રહેશે. આ કસોટીનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે.

. દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

આ કસોટીઓના મુલ્યાંકનમાં કોઇ નકારાત્મક મુલ્યાંકન રહેશે નહી.

પ્રશ્નપત્રનો અભ્યાસક્રમ શિક્ષણ વિભાગના ઠરાવક્રમાંક: પીઆરઈ/૧૧૧૧/૭૧૧/ક તા:૨૭/૦૪/૨૦૧૧ માં જણાવ્યા અનુસાર રહેશે. (ઠરાવની નકલ આ સાથે સામેલ છે.)

નોંધ: આ પરીક્ષાનું માળખુ, પરીક્ષા પધ્ધતિ અને બાકીની સુચનાઓ પરીક્ષા પહેલા સરકારશ્રીના વખતોવખતના ઠરાવો, સુચનાઓ અને જોગવાઈઓને આધિન રહેશે.

Gujarat TET 1 TET 2 Exam 2022

પરીક્ષા ફી

SC, ST, SEBC, PH કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 250/- (બસો પચાસ પુરા) જયારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી 350/- (ત્રણસો પચાસ પુરા) ભરવાની રહેશે. આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે.

કોઇપણ સંજોગોમા ભરેલ ફી પરત કરવામા આવશે નહિ.

Gujarat TET 1 TET 2 Exam 2022

પ્રશ્નપત્રના માધ્યમ

શિક્ષણ વિભાગના ઠરાવક્રમાંક: પીઆરઈ-૧૧૧૨-સીંગલ ફાઇલ-૭-ક, તા:૨૬/૦૪/૨૦૧૨ માં નિયત થયા મુજબ આ કસોટી ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાશે. (ઠરાવની નકલ આ સાથે સામેલ છે.)

ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે નિયત લાયકાત ધરાવતા હોય તે માધ્યમમાં આવેદનપત્ર ભરવાનું રહેશે.

ઉમેદવાર કોઈ એક જ માધ્યમની પરીક્ષા આપી શકશે.

Gujarat TET 1 TET 2 Exam 2022

અગત્યની સુચનાઓ

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછીથી વેબસાઈટ નિયમિત જોતા રહેવું આવશ્યક છે.

પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે http://ojas.gujarat.gov.in અને http://www.sebexam.org વેબસાઈટ જોતા રહેવાનું રહેશે.

ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઈ કરવામાં આવતી નથી. આથી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ અન્ય વિગત માટે ઉમેદવાર પોતે જવાબદાર રહેશે.

આ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આવેદનપત્ર ઓનલાઇન ભરાવવામાં આવે છે અને તેમાં જે માહિતી માંગેલ હોય તે માહિતીની વિગતો ઉમેદવાર દ્વારા છુપાવવામાં આવી હોય અથવા ખોટી માહિતી આપવાનું બોર્ડને માલુમ પડશે તો તેવા ઉમેદવારના પરિણામ રદ કરવાનો નિર્ણય અધ્યક્ષશ્રી,રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે.

ઉમેદવારે પોતે ભરેલ ફોર્મની વિગત સાચી છે તેવું પ્રમાણપત્ર ઓનલાઈન આપવાનું રહેતુ હોઈ જો કોઈ ખોટી વિગત રજુ કરશે તો તેનુ ફોર્મ રદ થવા પાત્ર બનશે તથા તેની સામે ફોજદારી ગુનો બનશે.

વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ અન્ય વિગતોની ચકાસણી ભરતી પસંદી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે.

Also Read  Best Resume Maker Apps in India

અનુસૂચિત જાતિના તેમજ અનુસૂચિત જનજાતિના કિસ્સામાં સક્ષમ અધિકારીનું જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે..

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે રાજય સરકારે નકકી કરેલા સક્ષમ અધિકારીનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું જાતિ પ્રમાણપત્ર તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા:૨૬/૦૪/૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક:સશપ/૧૨૨૦૧૫/ ૪૫૫૨૪૬/અ અને આ અંગે વખતોવખતના ઠરાવ મુજબનું સક્ષમ અધિકારીનું ઉન્નતવર્ગમાં સમાવેશ થતો ન હોવાનું (નોન ક્રિમીલીયર સર્ટી, પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈએ.

શારિરીક અપંગતા (physically Handicap) ના કિસ્સામાં રાજય સરકારે નક્કી કરેલ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

ઉમેદવારે વેબસાઈટ પર ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી તે ફોર્મમાં સહી કરીને જરૂરી આધારો જેવા કે, પરીક્ષા ફી ભર્યાની પે સ્લીપ નકલ, જાતિ પ્રમાણપત્ર ઉન્નતવર્ગમાં સમાવેશ થતો ન હોવાનું . (નોન ક્રિમીલીયર સર્ટી) પ્રમાણપત્ર અને શારિરીક અપંગતા (Physically Handicap) અંગેનું પ્રમાણપત્ર પૈકી ઉમેદવારને લાગુ પડતા હોય તેવા આધારો પોતાની પાસે રાખવાના રહેશે. જ્યારે કોઈ જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે ઉમેદવારે તે રજુ કરવાના રહેશે.

જે ઉમેદવારે નિયત પરીક્ષા ફીની પે સ્લીપની રસીદ મેળવેલ હશે તે જ ઉમેદવાર પોતાની કમ્પ્યુટરાઈઝ હોલટિકિટ પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે.

ઉમેદવારે હોલટિકિટ ડાઉનલોડ કર્યા બાદ તેની નીચેપાછળ આપેલી સૂચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો હોલટીકીટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી OMR શીટનો નમૂનો પણ વેબસાઈટ પર મુકવામાં આવશે. આ OMR શીટના નમુના પર છાપેલ તમામ સૂચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. જેથી પરીક્ષા સમયે કોઈ ગુંચવણ ઊભી ન થાય.

આ કસોટીમાં જનરલ કેટેગરી ઓછામાં ઓછા 60% (90 ગુણ) મેળવેલ હશે તો જ પાસ ગણાશે.

અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને શારિરીક અપંગતા (Physically Handicap) ધરાવતા ઉમેદવારોના કિસ્સામાં ઓછામાં ઓછા 55% (82 ગુણ) મેળવેલ હશે તો જ પાસ ગણાશે.

આ કસોટીમાં માત્ર ઉત્તીર્ણ ઉમેદવારોને જ ગુણાંકન સાથેનું પ્રમાણપત્ર બોર્ડ દ્વારા આપવામાં આવશે. નોંધ: આ પરીક્ષાનું માળખુ, પરીક્ષા પધ્ધતિ અને બાકીની સુચનાઓ પરીક્ષા પહેલા સરકારશ્રીના વખતોવખતના ઠરાવો, સુચનાઓ અને જોગવાઈઓને આધિન રહેશે.

આ કસોટીના પ્રમાણપત્રની અવધિ શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક:પીઆરઈ-૧૧૨૦૨૧-સિ.ફા.-૦૭-૬, તા:૨૨/૧૦/૨૦૨૧ મુજબની રહેશે. પરંતુ આ કસોટી આપવા માટે પ્રયત્નોની સંખ્યા નિયત કરવામાં આવતી નથી. ગમે તેટલા પ્રયત્નો આ કસોટી આપવા માટે માન્ય રહેશે. એક વખત કસોટી આપી દીધા પછી કોઇપણ ઉમેદવાર પોતાની ગુણાત્મક સુધારણા અને સારા મેરીટ માટે એક કરતાં વધુ વખત પરીક્ષા આપી શકશે અને તેવી સ્થિતિમાં ઉમેદવાર શિĚની ભરતી માટે ટેટ-૧ની પરીક્ષા પાસ કર્યાંનું જે પ્રમાણપત્ર રજુ કરશે તે ધ્યાનમાં લેવામાં આવશે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાઈ રહેલ આ કસોટી બાબતે ઉમેદવારોને લાલચ કે છેતરપીંડી આચરે તેવા અસામાજિક તત્વોથી સાવધ રહેવા જણાવવામાં આવે છે. કોઈપણ પ્રકારની લાગવગ દબાણ લાવનાર ઉમેદવારને ગેરલાયક ઠરાવીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

ઉકત જાહેરાત અન્વયે વધુ માહિતીની જરૂર જણાય તો કચેરીના ચાલુ કામકાજના દિવસે કચેરી સમય દરમિયાન બોર્ડની કચેરીના ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800 233 7963 ઉપર સંપર્ક કરી શકાશે.

આ કસોટી પ્રાથમિક શાળામાં (ધોરણ ૧ થી ૫)માં પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે જરૂરી લાયકાત પ્રાપ્ત કરવા માટેની છે, આ કસોટી પાસ કરવાથી પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક તરીકે પસંદગી પામવાનો હક મળતો નથી.

Gujarat TET 1 TET 2 Exam 2022

Online Quiz

ઓનલાઈન અરજી કરવાની રીત

આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૨૧/૧૨૦૨૨ (બપોરના ૧૪.૦૦ કલાક) થી તા:૦૫/૧૨/૨૦૨૨ (બપોરના ૧૫.૦૦ કલાક) દરમિયાન http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે. ઉમેદવારે નિયત કરેલ ફોર્મ ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ

નીચે મુજબની છે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.

Also Read  India Post GDS BPM Daksevak Recruitment 2023

અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક online ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ કેટેગરી) કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેવી.

સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.

સૌ પ્રથમ http://ojas.gujarat.gov.in પર જવું.

“Apply Online” પર Click કરવું,

ઉમેદવાર ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમ પૈકી જે માધ્યમમાં કસોટી આપવા માટે પાત્રતા ધરાવતા હોય તે માધ્યમ પસંદ કરી પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I)નું ફોર્મ ભરવું.

Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌ પ્રથમ Personal Details ઉમેદવારે ભરવી. (અહીં લાલ(*) કુંદડીની નિશાની જયાં હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)

Educational Details ઉપર click કરીને તેની વિગતો પૂરેપૂરી ભરવી.

• હવે પેજના ઉપરના ભાગમાં Upload Photo પર Click કરો. અહીં તમારો Application Number Type કરી અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ k પર Click કરો. અહી Photo અને Signature upload કરવાના છે.(ફોટાનું માપ 5 સે.મી. ઉંચાઈ અને 3.6 સે.મી. પહોળાઈ અને signature નું માપ 25 સે.મી. ઉંચાઈ અને 7.5 સે.મી. પહોળાઈ રાખવી.) Photo અને Signature upload કરવા

સૌ પ્રથમ તમારો Photo અને Signature JPG format માં (10 kb) સાઈઝથી વધારે નહીં તે રીતે સૌફ્ટકોપીમાં હોવા જોઈએ. Browse Button પર Click કરો. હવે Choose File ના સ્ક્રીનમાંથી જે ફાઈલમાં JPG formatમાં તમારો Photo store થયેલ છે તે ફાઈલને Select કરો અને Open Button ને Click કરો. હવે Browse Button ની બાજુમાં Upload Button પર Click કરો, હવે બાજુમાં તમારો Photo દેખાશે, હવે આ જ રીતે Signature પણ Upload કરવાની રહેશે.

• હવે પેજના ઉપરના ભાગમા Confirm Application પર Click કરો અને Application Number તથા Birth Date Type કર્યા બાદ Ok પર Click કરવાથી બે 2) બટન 1:Application Preview 2.Confirm Application દેખાશે. ઉમેદવારે Show Application Preview પર Click કરી પોતાની અરજી જોઈ લેવી.

• અરજીમાં સુધારો કરવાનો જણાય તો Edit Application ઉપર Click કરીને સુધારો કરી લેવો. અરજી Confirm કર્યા પહેલાં કોઈપણ પ્રકારનો સુધારો અરજીમાં કરી શકાશે, પરંતુ અરજી Confirm થઈ ગયા બાદ અરજીમાં કોઈપણ જાતનો સુધારો કરી શકાશે નહી. જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm Application પર Click કરવુ. વધુમાં ઉમેદવારે વિગતો ભરતી વખતે જો પોતાના નામ, અટક, જન્મ તારીખ કે કેટેગરી જો કોઈ ભૂલ કરેલ હશે તો પાછળથી માર્કશીટમાં કોઈ સુધારો કરવામાં નહી આવે તેનું ઉમેદવારે ખાસ ધ્યાન રાખવું.

• Confirm Application પર Click કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં online સ્વીકાર થઈ જશે. અહીં Confirm Number Generate થશે. જે ત્યારપછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઈ ઉમેદવારે સાચવવાનો રહેશે. ઉમેદવારે બોર્ડ સાથે કોઈપણ પત્રવ્યવહાર કે રજૂઆત કરતી વખતે પોતાનો આ Confirmation Number દર્શાવવાનો રહેશે.

ઉમેદવાર ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરવાની રહશે.

How To Apply Gujarat TET 1 TET 2 Exam 2022?

Visit the official site of Gujarat State Education Department SEB

Click on registration link and fill in the application form.

Make the payment of application fees.

Once done click on submit.

Download the page and keep a hard copy of the same for further need.

For more related details candidates can check the official site of Gujarat Education Board.

Gujarat TET 1 TET 2 Exam 2022

Exam Syllabus

TET-1 EXAM SYLLABUS PDF

TET-2 EXAM SYLLABUS PDF

IMPORTANT DATE

Starting Date for Online Application: 21/10/2022

Last Date for Online Application: 05/12/2022

IMPORTANT LINK

TET 1 NOTIFICATION ( Sylabus and all Paripatro) : CLICK HERE

TET 2 NOTIFICATION : CLICK HERE

સુધારેલ જાહેરાત TET 2 માટે અહી કલીક કરવું

ONLINE APPLY : CLICK HERE

TET 1 TET 2 HTAT Free exam Materials

  Important :- Please Confirm all the Information on Official Website / Notification / Advertisement.
We have Provided Official Website / Notification / Advertisement’s Details Above.

Leave a Comment