Manav kalyan yojana 2024

Manav kalyan yojana 2024: 28 પ્રકારના વ્યવસાય માટે મફત સહાય, આજે જ માનવ કલ્યાણ યોજના અંતર્ગત અરજી કરો. ગુજરાત સરકાર દ્વારા અમુક યોજના ઓ બાહર પડેલ છે જેમાં એક યોજના છે માનવ કલ્યાણ યોજના. આ યોજના માં ગુજરાત સરકાર નાના ધંધાર્થી અને વ્યવસાય કરતા લોકો ને આર્થિક સહાય મળી રહે તે માટે આ યોજના બાહર પાડેલ છે. યોજના હેઠળ નાગરિક ને આર્થિક રીતે પગભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ યોજનામાં ટોટલ 28 જેટલા વ્યવસાય માટે ટૂલ કીટ સહાય આપવામાં આવશે. તો ચાલો આ વિશે વધુ માહિતી મેળવીએ.

Manav kalyan yojana 2024: ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો ની આવક 120000 તથા શહેરી વિસ્તાર માં રેતા લોકો માટે 150000 હોય તેવા લોકો આ યોજના હેઠળ લાભ મેળવી શકે છે. આ યોજના માટે અરજી કરવા માટેની official website https://e-kutir.gujarat.gov.in. 3 જુલાઈ 2024 થી તમે અરજી કરી શકો છો.

Also Read  mAadhaar App by Uidai Download

Manav kalyan yojana 2024

વિગત

યોજનાનું નામManav kalyan yojana 2024
યોજનાનો ઉદ્દેશનવા ધંધા અને વ્યવસાય ચાલુ કરવા માટે સાધન સહાય
વિભાગકુટીર અને ગ્રામ ઉદ્યોગ
કચેરી નો સંપર્કજિલ્લા ઔદ્યોગિક કેન્દ્ર
અરજી પ્રક્રિયાઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ૩૧ ઓગસ્ટ, ૨૦૨૪
સત્તાવાર વેબસાઈટe-kutir.gujarat.gov.in

આ યોજના જે લોકો ગરીબી રેખા નીચે જીવતા હોય તે તથા એવા કારીગરો કે જેની આર્થિક સ્થિતિ સુધરી શકે. અગાઉ પેલાં 1995 માં સ્વરોજગાર યોજનાની બદલે આં યોજના ચાલુ કરવામાં આવી છે. આમાં 28 પ્રકારના ધંધાર્થી તથા વ્યવસાયી ને કે જેઓ ની વાર્ષિક આવક નિશ્ચિત મર્યાદાથી ઓછી હોઈ તેવા લોકો માટે રોજગારી માં મદદ હેતુથી આ યોજના બાહર પડેલ છે.વ્યવસાય માટે જરૂરી સાધનો કે ટૂલ કિટ પણ બાહર પડેલ મર્યાદા મુજબ આપવામાં આવે છે. સુથાર, ફેરિયા, શાકભાજી વેચનારા, વગેરે જેવા જરૂરિયાતવાળા લોકો માટે આ યોજના બહાર પડેલ છે.

Also Read  Know your Ration Card Details Online

નીચેના વ્યવસાય માટે સાધન સહાય ટુલ્સ કીટ મળવાપાત્ર છે.

  • પ્લમ્બર
  • બ્યૂટી પાર્લર
  • મોચી
  • દરજી
  • સુથાર
  • કુંભાર
  • ધોબી
  • અથાણાં પાપડ બનવવા
  • દહીં દૂધ વેંચતા
  • મસાલા મિલ
  • ફ્લોર મિલ
  • માસ માછી વેંચતા
  • વાળંદ
  • લુહાર
  • અલગ અલગ ફેરિયા
  • ઇલેક્ટ્રિક વસ્તુ વેંચતા
  • રૂ ની દિવેટ બનાવતા
  • ઠંડા પીણાં નાસ્તા વેચનાર
  • સાવરણી વેચનાર
  • ખેતી લક્ષી લુહાર
  • કડિયા
  • વાહન રિપેરિંગ
  • પેપર ડીશ અને કપ બનાવનાર

Manav kalyan yojana 2024

માનવ કલ્યાણ યોજના વર્ષ ૨૦૨૪ – ૨૦૨૫ ટ્રેડના નામ

૧ દૂધ દહીં વેચનાર
૨ ભરતકામ
૩ બ્યટી પાર્લર
૪ પાપડ બનાવટ
૫ વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
૬ પ્લમ્બર
૭ સેન્ટિંગ કામ
૮ ઇલેકટ્રીક એપ્ લાયૅ્ સીસ રીપેરીંગ
૯ અથાણા બનાવટ
૧૦ પંચર કિટ

માનવ કલ્યાણ યોજના આવક મર્યાદા

આ યોજનામા આવક મર્યાદા માટે નીચે મુજબની 2 શરતો રાખેલી છે.

  • આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરનાર ની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે ૧૫૦૦૦૦ તથા ગ્રામ્ય વિસ્તાર માટે ૧૨૦૦૦૦ હોવી જોઈએ તેની પુરવણી આપતું નગરપાલિકા ચીફ ઓફિસર તાલુકા મામલતદાર કે મહાનગર માં મહાનગરપાલિકા હોઈ તેનો આવકનો દાખલો રજુ કરવાનો રહેશે.
Also Read  NATIONAL CONSUMER HELPLINE WHATSAPP NUMBER IN INDIA

અથવા

  • આ યોજના ના લાભ માટે અરજી કરનાર ગ્રામ્ય વિસ્તાર ના અરજી કરનાર માટે જિલ્લા ગ્રામ્ય વિકાસ વિભાગ માં ગરીબી રેખાના લિસ્ટ માં આવી જતા હોવા જોઈએ તો તેમને આવકનો દાખલો રજુ કરવાનો રહેતો નથી.

આ યોજના માટે કઈ કઈ વિગતોની જરૂર પડે?

  • આવકનો દાખલો
  • સરનામાં નઓ પુરાવો આપતું લઈટ બિલ /લાઇસેન્સ/વોટિંગ કાર્ડ
  • સોગંદનામું -નોટરાઇઝ્ડ કરાવેલું
  • જાતિનો દાખલો
  • આધાર કાર્ડ
  • રાશન કાર્ડ
  • ભણતર નો પુરાવો

માનવ કલ્યાણ યોજના અરજી ફોર્મ

Manav kalyan yojana 2024

નીચે મુજબ ના સ્ટેપ્સ અનુસરી ને તમે ઓનલાઇન અરજી કરી શકો છો:

  • સૌથી પેહલા OFFICIAL WEBSITE https://e-kutir.gujarat.gov.in પર જાઓ.
  • ત્યારબાદ આ વેબસાઇટમા ઉપર આપેલા વિવિધ વિભાગ પૈકી કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ પર ક્લીક કરો.
  • ત્યાં અલગ અલગ વિભાગો યોજનાઓ આપેલી હશે તેમાંથી માનવ કલ્યાણ યોજના સિલેક્ટ કરો.
  • ત્યાં તમને આ યોજના વિશેની બધી જ માહિતી મળી જશે.
  • તે પછી online અરજી કરો.અને તે માટે ત્યાં regestration કરો તે માટે ત્યાં જે માહિતી માંગવામાં આવે છે તે પુરી પાડો.
  • જે ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડે તે અપલોડ કરો.
  • જે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો તે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જ સ્કેન કરીને અપલોડ કરવા તે ખાસ ધ્યાન રાખવું.
  • બસ આ રીતે અરજી થઈ ગઈ છે. અરજીની પ્રિન્ટ કાઢી ને સાચવી રાખો.

નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટેઅહિં ક્લીક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહિં ક્લીક કરો
Home Pageઅહિ ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

Important :- Please Confirm all the Information on Official Website / Notification / Advertisement.